સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧

સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી (૩)
સર્વોપરિ સુખધામ રે, કે આવ્યા વાલો આ ફેરે બ્રહ્મમોલથી...ટેક
લાવ્યા સાથે મુક્તો ધામના રે કાંઇ, લાવ્યા સાથે (૩)
વાળી છે રંગડાની રેલ રે...                                          કે આવ્યા૦ ૧
સમાધીઓ કરાવી છે વાલમે ને કાંઇ, સમાધીઓ (૩)
દેખાડ્યા સર્વે ધામ રે...                                               કે આવ્યા૦ ૨
અવતારોને લીન કર્યા નિજમાં ને પાછા, અવતારોને (૩)
કાઢી બતાવ્યા ઘનશ્યામ રે...                                       કે આવ્યા૦ ૩
એકાંતિક ધર્મ ભૂમાં સ્થાપિયો ને કાંઇ, એકાંતિક (૩)
ટાળ્યો અધર્મ તમામ રે...                                            કે આવ્યા૦ ૪
સર્વોપરિ "જ્ઞાન" સૌને આપીયુ ને કર્યા, સર્વોપરિ (૩)
સર્વોપરિ કલ્યાણ રે...                                                 કે આવ્યા૦ ૫ 

મૂળ પદ

સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0