મારે તમને મળવુ તમને મળવુ મળવું છે વાલા તમને, ૧/૧

મારે તમને મળવું તમને મળવું, મળવું છે વાલા તમને,
શા માટે તમે મારા પીયુડા, આપો છો બીજુ મને...ટેક
તારા વિના મારે નથી જોઇતું કાંઇ,
હું તો કહી કહી હે વાલા રહી છું ધરાઇ,
તુજ વિના બીજી ઇચ્છા ન દેતા, જંપોને કહું છું તમને...મારે૦ ૧
તમે થયા છો મારા ગુરુ સખા ભાઇ,
તમે એક જ છો મારે પ્રભુ પિતા માઇ,
તમે ન સાંભળો વાલા જો તો, કોણ સાંભળે મને...મારે૦ ૨
તમે લેજો હે વાલા પરીક્ષા ધરાઇ,
પણ કરજો હે પીયુ પળે પળ સહાઇ,
જ્ઞાનજીવન કહે તમારા વિના પાસ કરે કોણ મને...મારે૦ ૩

મૂળ પદ

મારે તમને મળવું તમને મળવું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી