અતિ ઉત્તમ આસો માસ દિવસ દિવાળી ૨/૪

અતિ ઉત્તમ આસો માસ, દિવસ દિવાળી;;
મહાલ્યા મંદિરમાં મહારાજ, ઢોલીયો ઢાળી.. ટેક;
સુંદર મેં શણગારી રાખ્યું, મોતીએ પુર્યા ચોક રે;
અલબેલે આવીને કરીયુ, ઘર મારૂ ગૌલોક.. દિવસ ૧
મંદિરમાં મળીયાગર લીંપ્યાં, ટાંગ્યા સુંગંધી હાર રે,
ઉલેચ અત્તર મહમહતા, તરીયા તોરણ દ્વાર.. દિવસ ર
મણી દીપ મંદિરમાં મેલ્યા, માંડવીયો શણગારી રે,
મેરૈયાં મોહનનાં સિંચો, હરખ ભર્યા વ્રજનારી.. દિવસ ૩
નવાં વસન આભુષણ પહેરો, રસિયો રાજી થાય રે,
ભૂમાનંદનો વાલો રીઝે, એજ કરો ઉપાય.. દિવસ ૪

મૂળ પદ

સુખદાયક શ્રીમહારાજ

મળતા રાગ

જુઓ જુઓને હાં હાં રે સાહેલીયો આજ રસિયો રાસ રમે.

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી