વાહ ! તારી મૂર્તિ ને, વાહ ! તારો આનંદ, સાક્ષાત મળ્યો છે મને, તું પરમાનંદ ૧/૧

વાહ ! તારી મૂર્તિ ને, વાહ ! તારો આનંદ,
સાક્ષાત મળ્યો છે મને, તું પરમાનંદ...૧
સર્વેનું મૂળ છો, સર્વેનો આધાર,
અહો અહો સુખ તારું, અપરંપાર...૨
સુખ સુખ સુખ મારે, અખંડ છે સુખ,
તમારા પ્રતાપે મારે, કોઇ નથી દુઃખ...૩
મોટા મોટા દેવ ઋષિ, રહ્યા જેને તાકી,
એવા મળ્યા છે નાથ મારે, કાંઇ નથી બાકી...૪
ભાગ્ય મારું સુખ મારુ, કહી શકે કોણ,
મોટા મોટા ધામ ધામી, થઇ પડ્યા ગૌણ...૫
સર્વોપરી સુખકર, મળ્યા સહજાનંદ,
તારું સુખ ‘જ્ઞાન' પામી, થયો છું હું ધન્ય ધન્ય...૬

મૂળ પદ

વાહ ! તારી મૂર્તિ ને, વાહ !

મળતા રાગ

ભૂપાલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0