આ સુખ તારુ, અહો ! અહો ! વર્ણવ્યું ન જાય, ૧/૧

 આ સુખ તારુ, અહો ! અહો ! વર્ણવ્યું ન જાય, 

આનંદ તારો પીયુ મારા, હૈયે ના સમાય(૨)...             ટેક.
અણુંયે તુજથી છેટું ના રહ્યું, મળતા તારું જ્ઞાન, 
આત્મા કેરો આત્મા તું તો, પ્રગટ મારો ભગવાન, 
મહા મનોહર મૂર્તિ તારી, આહા.. આહા..
ભૂલી ના ભૂલાય...                                                        આ સુખ૦ ૧
તુજમાં હું ને મુજમાં તું, એક મેક થયા મસ્તાન, 
આનંદ તારો પામી પિયા, ભૂલી હું તન ભાન, 
પામી તારું હેત હેતાળા, આહા.. આહા..
ગાંડા થઇ જવાય...                                                      આ સુખ૦ ૨
સર્વેનું કારણ સર્વોપરી છો, સ્વામી સહજાનંદ, 
પીયુડા મારા અંતરમાં તમે, આપો સદા આનંદ, 
જ્ઞાનજીવનને જીવન મારા, આહા.. આહા..
જીવે ગયા જડાય...                                                      આ સુખ૦ ૩

મૂળ પદ

આ સુખ તારુ, અહો ! અહો !

મળતા રાગ

બિલાવર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી