આવો હરિ આંગણિયે મારે, મોહન લઇને મીઠડાં, જાઉં વારણીએ તારે ૧/૪

 

આવો હરિ આંગણિયે મારે, હરિ આંગણિયે મારે,
મોહન લઇને મીઠડાં, જાઉં વારણીએ તારે. આવો. ટેક
સેજ બિછાવી ફૂલડે મેં તો, કાજે તમારે,
પ્રીતમ તમને પોઢાવિ સર્વે ઘરનાં કાઢું બારે.
બણીઠણી તમ કારણે, જોઉં વાટ વારંવારે,
તમ વિના ત્રિલોકમાં મારૂં, અંતર કોણ ઠારે.
જરકસી જામો પહેરીને, ગળે ગુલાબના હાંરે.
છોગાં મેલી પાઘમાં, ચાલ્યા ઉભી બજારે.
જોબન રાખ્યું જાળવી મેં તો, રમવા તમ હારે,
ભૂમાનંદ કહે ઓવોને, વાલા જાણ્યું જગ સારે.

મૂળ પદ

આવો હરિ આંગણિયે મારે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
1
0