ચડી ચાખડીયે ચાલી આવ્યા ૨/૪

ચડી ચાખડીયે ચાલી આવ્યા, શ્યામ સુંદર ઘરે આવ્યા રે,નિરખ્યા આંખડીયે પ્યારો, પ્રેમ ઘણે પધરાવ્યા રે.  ચડી.
નીલાંબર ઉતારી નિચોવ્યાં, પિતાંબર લીધું પેરીરે,અંગરખી પહેરી શિરે બાંધી, પાઘ કસુંબી ઘેરી રે.  ચડી. ૧
મંદિરમાં મોહનને અર્થે, છાયો ઢોલીયો ઢાળી રે,ગાદી તકીઆ ગાલ મસુરીયાં, વિરાજ્યા વનમાળી રે.  ચડી. ર
માળા મોતીની પેરાવી મોહનને, બોર બાજુના લળકે રે,કુંડલીયાં મકરાકૃત માનું, વીજ વારંવાર શલકે રે.  ચડી. ૩
હાસ વિલાસ કરી હોંશિલે, સુખ અલૌકિક દીધું રે,ભૂમાનંદના સ્વામીને સંગે, અધર અમૃત પીધું રે.  ચડી. ૪ 

મૂળ પદ

વરસે ઘનશ્યામ ઘટા ચડી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0