મોહન કેમ મેલું, લાજી લોક અવિદ્યા માટે રે, ૪/૪

મોહન કેમ મેલું, લાજી લોક અવિદ્યા માટે રે, કેમ મેલું,
મેં તો સમજીને શિર સાટેરે, બાંઘ્યું છે બેલું. મોહન. ટેક
અજ્ઞાનીના એજ ધર્મ છે. શ્વાન સુકરના જેવા રે,
સાર અસાર તો કંઇ ન સમજે, ભસવાનો છે હેવારે. મોહન. ૧
કદરજને કૈક વેલા પાડી, રૂષભને રજ નાખી રે,
નરસીને નાત બારે મેલ્યો, ઘરમાં ગોપીયું પુરી રાખી રે, ર
પ્રહલાદને પિતા થયો વેરી, ભરતજીને માતરે,
બલીને ગુરુ થયો વેરી, વિભીષણને ભ્રાત રે. ૩
ઉંટના અંગ જેવું વાંકુ, જગત સર્વે જાણો રે,
ભૂમાનંદના નાથને ભજી, બ્રહ્મ મહોલમાં માણો રે. ૪

મૂળ પદ

વરસે ઘનશ્યામ ઘટા ચડી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
0
0