વાલા આવો પૂછું વાતડલી વાલા આવો પૂછું વાતડલી, મન ગમતા વર તમને મળીને, ઠારૂં છાતડલી. ૩/૪

વાલા આવો પૂછું વાતડલી, વાલા આવો પૂછું વાતડલી,
મન ગમતા વર તમને મળીને, ઠારૂં છાતડલી. વાલા ૧
તમારે અર્થે ફુલે બીછાવી, હિંડોળા ખાટડલી. વાલા ર
ઘરનાં તો સર્વે ગામ ગયાં છે, કેમ જાય રાતડલી. વાલા ૩
નવિન લઇને આજ ઓઢી છે, જુઓને ઘાટડલી. વાલા ૪
ભૂમાનંદના વાલા બીઓ માં, દેખી માતડલી. વાલા પ

મૂળ પદ

મારે ઘેર આવોરે માવા

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0