સહજાનંદ મારા સ્વામી સ્વામિનારાયણ બહુનામી ૧/૧

સહજાનંદ મારા સ્વામી (૨) સ્વામિનારાયણ બહુનામી (૨)
સહજાનંદ મારા સ્વામી૦ ટેક.
આજે અમને આનંદ આપ્યો, હેતે કરી હરિરાજ,
અતિ રાજી થયા તમે આજ,
મનડે વાલમ વસિયા, ભાવે કરી મહારાજ,
સુખ આપ્યા છે અમને આજ,
શ્રીહરિ મારા સૌથી ન્યારા, સર્વે ધામના ધામી..સહજા૦ ૧
અક્ષરપર અવિનાશી આપે, અવની ઉપર આવ્યા,
ખાતા ખોટ્ય તણા વળાવ્યા,
પ્રસંગ પામ્યા જે પરબ્રહ્મનો, તે તો સર્વે ફાવ્યા,
પાછા ચોરાશીમાં ન આવ્યા,
લાડીલે વાલે ધર્મને લાલે, ટાળી અમારી ખામી..સહજા૦ ૨
સર્વેના સુખ કારણ શ્યામે, લીલા કરી જગ ન્યારી,
આપ્યું સર્વોપરી સુખ ભારી,
મોહનજીની મૂરતિ મનડે, લાગે પ્યારી પ્યારી,
રાખુ હૈયે સદાયે ધારી,
અનંતધામના મુક્તો સર્વે, રહે હાજર શીશનામી..સહજા૦ ૩
સત્સંગ કાજે ગામો ગામે, વિચર્યા શ્રી ઘનશ્યામ,
કર્યા લાખો જનોના કામ,
પાપો બાળી દોષોને ટાળી, જન કર્યા નિષ્કામ,
તમે આપ્યું છે અક્ષરધામ,
અધર્મ કાપીને ધર્મ સ્થાપી, હાર પમાડિયા વામી..સહજા૦ ૪
લાખો લાકોના કલ્યાણ કાજે, વચનામૃત સંભળાવ્યા,
હૈયે જ્ઞાન દીપ પ્રજળાવ્યા,
શિક્ષાપત્રી લખી મહારાજે, સંતોને લાડ લડાવ્યા,
રૂડા ધર્મ નિયમ પળાવ્યા,
ભકતોના ભાવો પૂરે છે માવો, જ્ઞાનજીવનના સ્વામી..સહજા૦ ૫

મૂળ પદ

સહજાનંદ મારા સ્વામી

મળતા રાગ

તૂં રંગાઇજાને રંગમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0