દેખો ખેલે ફાગ. સુંદર શ્રી નગર મેં, .૧/૪

દેખો ખેલે ફાગ.
સુંદર શ્રી નગર મેં,
નારાયણ નરવીર મનોહર મૂર્તિ,
કસી કમર પિત પટસે,
રસિયો ઉછારે રંગ, અંગે લાય ફૂર્તિ. દેખો. ૧
મહાજન મુનિવૃંદસે,
રંગસેં ભીજે મહારાજ લાલ ગુલાલસેં,
પિચકારી કરમેં લીયે,
છીરકે સુંદર શ્યામ, ભર ભર રંગસેં. દેખો. ર
વાઘા વસંતિ પેરકે,
પઘીયાં વસંતિ બનાય તોરા ઝુકી રયે,
ગળે ગુલાબ કે હાર,
અબિલ ઉડાવેં ગુલાલ, ઝોરી કરમેં લીયે. દેખો. ૩
ગાવે હોરી ઘેરે રાગસેં,
મુનિ સંગે મહારાજ તાંન તોડે હરિ,
વાજે મૃદંગ તાલ બાંસુરી,
ભૂમાનંદકો નાથ, કેવળ ક્રિપા કરી. દેખો. ૪

મૂળ પદ

દેખો ખેલે ફાગ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી