આયે ખેલન હોરી શ્રી ઘનશ્યામજી, શામ સલુણી મૂરતી, નિજ સખા લઇ સંગ, ૧/૪

 આયે ખેલન હોરી, શ્રી ઘનશ્યામજી...            ટેક

શામ સલુણી મૂરતી, નિજ સખા લઇ સંગ,
શ્રીનગર કે ચૌવટે, લોક દેખી ભયે દંગ...           આયે. ૧
વાઘા વસંતિ પાઘ મેં, કર કેસર છિરકાર,
સુંદર પહેરી સુંથણી, કમર કસી કટાર...              આયે. ર
ગજરા તોરા ગુછ ધારકે. ગળે ગુલાબી હાર,
કરમેં કડાં પોંચી સાંકળા, કાને કુંડળ મિનાકાર.    આયે. ૩
ઘેર્યો મુનિવર વૃંદને, ઉડુગનને માનુચંદ,
અદ્‌ભુત શોભા ધારકે, દેખ કહે ભૂમાનંદ....         આયે. ૪

મૂળ પદ

આયે ખેલન હોરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી