એક કોરે છે બિનતાવૃંદ કાંન એક કોરી રે, રંગ ઉડે અબિલ ગુલાલ ખેલે હોરી રે. ૩/૪

 

એક કોરે છે બિનતાવૃંદ કાંન એક કોરી રે,
રંગ ઉડે અબિલ ગુલાલ ખેલે હોરી રે...
વેગે આવીને વૃજની નાર રાધા સંગે રે,
ઘેરી લીધો છે ગોકુલચંદ ભીનો રંગે રે...
સહુ રીઝાવા સુંદરશાંમ ગાવે હોરીરે,
કરે નૃત્ય તોડીને તાંન અંગ મરોરી રે...
મનમોહન આગે એજ ફગુવા માગે રે,
ભેટા ભૂમાનંદના શાંમ અતિ અનુરાગે રે..

મૂળ પદ

ચાલો શાંમ સુંદરવર સંગ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી