મળી મને મોઘી ચિતામણિ રે હતી જેની આશા ઘણી ઘણી૪/૪

મળી મને મોંઘી ચિંતામણિ રે,
હતી જેની આશા ઘણી ઘણી...મળી૦ ટેક.
મૂર્તિ તમારી મળી રૂપાળી રે, સુખ આપી વાલા હદ વાળી રે,
દીધા દુઃખ દાળીદર ટાળી...મળી૦ ૧
થઇ અતિશે કૃપા તમારી રે, મૂર્તિ તમારી લાગી છે પ્યારી રે,
નથી મેલવી હવે પળ ન્યારી...મળી૦ ૨
રહેજો જ્ઞાનમાં સદા દયાળુ રે, કહેજો કૃપાના કે'ણ કૃપાળુ રે,
દેજો હૈયાના હેત હેતાળુ...મળી૦ ૩

મૂળ પદ

પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે

મળતા રાગ

વાલા મારી શુધ બુધ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી