હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન, થાજો થાજો મારા મહેમાન ૧/૧

 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ ! દેજો દેજો દરશન દાન;
	થાજો થાજો મારા મહેમાન;
વડતાલવાસી હે સુખરાશિ ! સર્વોપરી છો ભગવાન;
	કૃપા કરો કરુણાનિધાન...ટેક.
તમે અક્ષરધામે રહો છો, વડતાલે દર્શન દ્યો છો;
	તમે સર્વત્ર છો સ્વામી, છો મુજમાં અંતર્યામી...હરિ૦ ૧
મોંઘા છો મારા માવા, સદા હૈયે રહેજો આવા;
	નહિ દઉં હું તમને જાવા, રહું હાજર ગુણલા ગાવા...હરિ૦ ૨
છો સર્વ શરીરી તમે, દેવ ઈશ્વર તમને નમે;
	હે જ્ઞાનજીવનના સ્વામી, મારા પિયુ અંતર્યામી...હરિ૦ ૩ 
 

મૂળ પદ

હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન

મળતા રાગ

હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ !

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0