શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ ભલે પધાર્યા શ્રીજી મહારાજ; ૧/૧

શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ,
(આજ) ભલે પધાર્યા શ્રીજી મહારાજ;
રાજાધિરાજ, રાજાધિરાજ,
(મારા) હૈયાના હાર હરિ રાજાધિરાજ... ટેક.
રૂપાળી મૂરતિ મંદ મંદ હસતી, વસતી હૈયે અમારે;
નયન કટાક્ષે કાળજડું વીંધતી, સામુ જુએ વારેવારે.
....શ્રીજી મહારાજ૦ ૧
સર્વના કારણ અમારે કારણ, આવ્યા પીયુડો આ વારે;
સુખના સાગર અમારે ખાતર, થયા છે માનવ આકારે.
....શ્રીજી મહારાજ૦ ૨
સંતો-ભકતોને સુખીયા કરવા, લાડીલો લાડ લડાવે;
જ્ઞાનજીવન કહે પીયુ પાતળિયો, અમારે મન બહુ ભાવે.
....શ્રીજી મહારાજ૦ ૩

મૂળ પદ

શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ

મળતા રાગ

ઉત્સવ આવ્યો ઉત્સવ આવ્યો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0