આ મૂળ માયાના મારણ માનો વાત ખરી.. ૧/૧

 આ મૂળ માયાના મારણ, માનો વાત ખરી..                              આ૦ ૧

આ સહજાનંદ સ્વામી, સર્વોપરી હરિ;
આ અક્ષરધામના ધામી, માનો વાત ખરી..                               ટેક.
નૈણા કેરા તારા શ્રીજી, સૌના સરદાર છે;
જે જે પૂર્વે થયા તે તો, એના અવતાર છે;
આ સર્વના છે કારણ, સર્વોપરી હરિ;
આવ્યો નથી આવીશ કયાંથી, એવું બોલનાર છે;
આવ્યા પહેલી વારે એવા, શ્રીજી સર્વાધાર છે;
આ સર્વના નિયંતા, સર્વોપરી હરિ;
આ મોટા સુખના દાતા, માનો વાત ખરી..                                 આ૦ ૨
સંતોના છે સ્વામી શ્રીજી, ભકતોના ભરથાર છે;
જે જે થયું થાશે એના, પોતે કરનાર છે;
આ મૂર્તિ રાખો ઉર, સર્વોપરી હરિ;
તો દુઃખડા જાશે દુર, માનો વાત ખરી..                                     આ૦ ૩
સર્વોપરી જાણે એ તો, મહાભાગ્યવાન છે;
એવા સંતો ભકતો ઉપર, શ્રીહરિને માન છે;
આ જ્ઞાનજીવનના નાથ, સર્વોપરી હરિ;
સદા રહે છે મારી સાથ, માનો વાત ખરી..                                  આ૦ ૪

મૂળ પદ

આ મૂળ માયાના મારણ

મળતા રાગ

લવિંગની લાકડીએ રાઇવર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી