છીએ તમારા, ધર્મદુલારા પ્રાણથી પ્યારા રે; ૧/૧

છીએ તમારા, ધર્મદુલારા, પ્રાણથી પ્યારા રે;સુખ દેનારા, પ્રીતમ પ્યારા, નેણુંના તારા રે... ટેક.
ધામના ધામી, નામના નામી, સર્વેના સ્વામી રે;સર્વત્ર ગામી, જબ્બર હામી, મહા અકામી રે... સુખ૦ ૧
એ અવતારી, છબી તમારી, લાગે છે ન્યારી રે;રાખીએ ધારી, હૃદે તમારી, મૂરતિ ન્યારી રે... સુખ૦ ૨
મળવા આવો, આપોને લા'વો, શું લલચાવો રે;ભેટવા આવો, હાથ લંબાવો, હૈયે લગાવો રે... સુખ૦ ૩
કહે છે જ્ઞાન ઓ ભગવાન, કૃપા નિધાન રે;
તમારું તાન, સદાયે ધ્યાન, રહે નિદાન રે... સુખ૦ ૪ 

મૂળ પદ

છીએ તમારા, ધર્મદુલારા

મળતા રાગ

આવજો કુંડળ, આવજો કુંડળ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી