સર્વેનુ કારણ મૂર્તિ તમારીમૂર્તિ તમારી,૨/૨

સર્વેનું કારણ મૂર્તિ તમારી, મૂર્તિ તમારી,
પ્રાણ થકી મને લાગે છે પ્યારી...સર્વેનું૦ ટેક.
ક્ષર અક્ષર થકી પર મારો સ્વામી,
અંતર બેઠા છો અંતરયામી...સર્વેનું૦ ૧
તમને હું અર્પણ થઇ છું રે સ્વામી,
થઇ છું પૂરણ હું તો તમને રે પામી...સર્વેનું૦ ૨
મહા સુખ તમારૂ કયાં મળે સ્વામી,
આપ્યું મને રાજી થઇ તમે બહુનામી...સર્વેનું૦ ૩
જ્ઞાનજીવનને તમે મળ્યા છો સ્વામી
હવે વાલમ મારે રહી નહીં ખામી...સર્વેનું૦ ૪

મૂળ પદ

ધારી હૃદયમાં તમને સંભારું

મળતા રાગ

તોરી મોરી લગન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી