ન માન શિખામણ મેરી ફીર ફીર અસવર નૈ આવે, પ્રભુ ભજ્યા વિન સબહિ પ્રાની, જરૂર જમપુરીમાં જાવે ૨/૪

ન માન શિખામણ મેરી, ફીર ફીર અસવર નૈ આવે;
પ્રભુ ભજ્યા વિન સબહિ પ્રાની, જરૂર જમપુરીમાં જાવે. ૧
ધર્મરાજ વાં લેખાં તોંસે, રાઇ રેખકે લેવેંગે;
ધે શિર લટકાઇ તોકું, માર બહુ વિધ દેવેંગે. ર
અખિયાંમેં જમ કાંટા ચોબેંગે, તાતા સીસા પાવેંગે;
લોહ સ્થંભ તપાઇ તાતા, તાસેં બાથ ભરાવેંગે. ૩
વિશ અરૂ સાતસેં કુંકર, તો સામે હુલકારેંગે;
ષટલક્ષ હૈ કુંડ નરકકે, તામેં તોકું ડારેંગે. ૪
મારો મારો સબ કેવેંગે, વાં નહિ હેતુ કોહું તેરા;
ભૂમાનંદ કહે તબ ખુલેંગી, અખિયાં દેખી જમ નેરા. પ

મૂળ પદ

ચેત ચેત શિર ઉપર વૈરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી