વાલો જુએ છે આપણી વાટ, હાલોને જઇએ રે ૧/૧

વાલો જુએ છે આપણી વાટ, હાલોને જઇએ રે;
સંતો બેઠા શામળિયાની સાથ, દર્શન કરીયે રે...વાલો૦ ૧
રૂડો ઉત્સવ કરે છે પ્રભુ આજ, ભકતને કાજે રે;
રૂડી કથા વાંચે છે મુનિરાજ, પોતે બિરાજે રે...વાલો૦ ૨
મોટા મંડપ નંખાણા છે ત્યાંય, આંય શું કરવું રે;
હરિ માટે જ આપણે બાઇ, હરવું ફરવું રે...વાલો૦ ૩
સંતો સંગાથે લેશે રાસ, હરિવર હોંશે રે;
કરી દર્શન લાખો લોક, મરણ દુઃખ ખોશે રે...વાલો૦ ૪
કહે જ્ઞાનજીવન સખી આજ, જાવું છે પ્રીતે રે;
ભલે આપણે માથે અપાર, વિતવાની વિતે રે...વાલો૦ ૫

મૂળ પદ

વાલો જુએ છે આપણી વાટ, હાલોને જઇએ રે

મળતા રાગ

તારા મુખડાની મોરાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી