આવશે વાલો આવશે, જરૂર આવશે, ૧/૨

 આવશે વાલો આવશે, જરૂર આવશે, આપેલો કોલ વાલો પાળશે;
	આપશે વાલો આપશે, આનંદ આપશે, રંગડાની રેલું વાળશે...ટેક.
હરિ આવતાં જ અંજવાળું કરશે, રૂડું રૂપ ધરીને મન હરશે;
	જોતાં જન્મ સફળ મારો થાશે વાલમજી...રંગડા૦ ૧
વાલો સંતો-ભક્તોને સુખ આપશે, હાથ લાંબા કરીને હરિ ભેટશે;
	ભવોભવની તે પીડા મેટશે વાલમજી...રંગડા૦ ૨
દૂધે ચરણ ધોઈને પૂજા કરશું, કરી આરતી ને હૈયે રૂપ ધરશું;
	રૂડાં ભોજન જમાડી રાજી કરશું વાલમજી...રંગડા૦ ૩
વાલો સાધુનો સ્વાંગ અંગે ધરશે, મીઠી મીઠી મોહન વાતો કરશે;
	પ્રેમે પંક્તિમાં પીરસવા ફરશે વાલમજી...રંગડા૦ ૪
બહોળા બગીચે બાપને ઝુલાવશું, સદા સાથે રહેવાને સમજાવશું;
	જ્ઞાનજીવન કહે ગુણ ગાશું વાલમજી...રંગડા૦ ૫ 
 

મૂળ પદ

આવશે વાલો આવશે, જરૂર આવશે,

મળતા રાગ

આજ કળીયુગમાં પરચા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0