ઝૂલશે વાલો ઝૂલશે, હિડોળે ઝૂલશે, જોઇને મુજ મન ફૂલશે ૨/૨

ઝૂલશે વાલો ઝૂલશે, હિંડોળે ઝૂલશે, જોઇને મુજ મન ફૂલશે,
હરશે વાલો હરશે મનડાને હરશે, હેતે હિંડાળે હરિ ઝૂલશે...ટેક.
મારે મંદિરીયે ચોક છે બો'ળો, તેમાં હેતે બાંધ્યો મેં હિંડોળો,
હૈયે ઉડશે આનંદની છોળો હરિજી...હેતે૦ ૧
કરી લટકાં સંતોને રીઝાવશે, વાલો અમારે મન બહુ ભાવશે,
સંતો હિંડોળાના પદ ગાશે હરિજી...હેતે૦ ૨
પછી સંતો ઉમંગે રાસ રમશે, સંતો હિંડોળા ફરતા તે ભમશે,
મારા વાલાજીને તે બહુ ગમશે હરિજી...હેતે૦ ૩
જોઇ સંતોને વાલમજી આવશે, સંતો સંગાથે રાસ લઇ ગાવશે,
દેવો આકાશે આવીને જોશે હરિજી...હેતે૦ ૪
આવો આનંદ સહજાનંદ આપશે, એવો રૂડો દિવસ મારે આવશે,
જ્ઞાનજીવન તો તેદિ ફૂલાશે હરિજી...હેતે૦ ૫

મૂળ પદ

આવશે વાલો આવશે, જરૂર આવશે,

મળતા રાગ

આજ કળીયુગમાં પરચા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી