કર્યો ધન્ય ધન્ય આ મનખો મારો, ૨/૪

 

કર્યો ધન્ય ધન્ય આ મનખો મારો, 
આપ્યા વાલાજી તમે ઉત્તમ વિચારો, 
દેહ મનાય તો છે નાસ્તિકપણું, 
મૂર્તિ મનાય તો છે આસ્તિકપણું...         ટેક
મૂર્તિની સાથે મુક્તો મનાવા જોઇએ, 
સદાય સાથે સાથે જાણવા જોઇએ, 
મુક્તસહ મૂર્તિમાં સુખ બહુ આવે, 
રહો સદાયે એમ રસબસ ભાવે...         કર્યો-૧
મુક્ત મૂર્તિ સાથે રાખો આત્માનીબુદ્ધિ, 
તેજ "જ્ઞાન" જાણજે સાચી આત્મશુદ્ધિ, 
મૂર્તિને બહાર લાવી સેવો છો જ્યારે, 
મુક્તસંગ આત્મબુદ્ધિ રાખવી ત્યારે...     કર્યો-૨ 

મૂળ પદ

સ્વામિનારાયણ સર્વોપરિ છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી