હવે મારા હઇડામાં હરખ ન માય રે ..૪/૪

હવે મારા હઇડામાં હરખ ન માય રે,
મુને માવો અધર અમૃત પાય રે. ૧
જેણે હું તો જન્મ મરણ દુઃખ મેટીરે,
બાંધી મેં તો પ્રેમ તણી કસી પેટી રે. ર
પરબ્રહ્મ પુરુષોત્તમ વર વરીરે,
બેઠી હું તો સ્થિર થઇને હવે ઠરીરે. ૩
જોડી મેં તો પ્રકટ પ્રભુ સંગે પ્રીતીરે,
ભૂમાનંદ કહું ચાલિ જગ જીતીરે.

મૂળ પદ

ધન ઘડી ધન ધન

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0