લાડીલે મારૂં, લટકું કરીને લટકું કરીને મન લીધું..૨/૪

લાડીલે મારૂં, લટકું કરીને મન લીધું... ટેક,
હસી બોલાવી હેત કરીને, સુખડું એકાંતમાં દીધું,
એની સંઘાથે અધર અમૃત, પૂરણ થઇ મેં પીધું. ૧
કાન કુંવરનું સગપણ સાચું, મેં કર જોડીને કીધું,
અખંડ સુંવાગણ થઇને રહી હું, પાંમી પ્યારી નવનીધું. ર
સ્થીર થઇને હું બેઠી ઠરીને, ફરી ગગન જેમ ગીધું,
મન ગમતો વર વરીને મારૂં, સરવે કારજ સીધું. ૩
ગોલોકમાં ઘર કરેલ મુજને, એજ આંગળીયે ચિંઘ્યું,
ભૂમાનંદના વાલે નજરો નાંખી, મારૂ મન વિંઘ્યું. ૪

મૂળ પદ

લાગે છે મુને મૂર્તિ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0