આંગણિયે વાલો આવીને ઉભા અલબેલો..૩/૪

 

આંગણિયે વાલો આવીને ઉભા અલબેલો... ટેક.
નટવર નૌતમ વેશ ધરીને, કમરે કટાર કસેલો,
બણી ઠણી બિરાજયા મોહનજી, ગીરીવરધર રંગરેલો.
તોરા ગજરા બાંયે બાજુબંધ, શ્યામ સુંદર છેલો,
પિત પટધારી કુંજવિહારી, માથે મુગટ કરી ખેલો.
ભાલ વિશાલ ભ્રુહચાપ ચઢેલી, નાશિકા તીર ધરેલો,
અધર લાલ ગાલ જમણે તિલ, મારા મનમેં થીર ઠરેલો.
દીલ દિવાની થઇને ડોલું, હું ભેટીને રંગરેલો,
ભૂમાનંદ ભૂધર મુખ દેખી, મુને આનંદ ઓઘ વળેલો.

મૂળ પદ

લાગે છે મુને મૂર્તિ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0