હોરી ખેલત ગોપી લાલ કરી કે લેર..૩/૪

હોરી ખેલત ગોપી લાલ કરી કે લેર,
ભર ડારે રંગ ગાવે ગારી, પિચકારીમારે હેર હેર. ટેક.
ભર ઝારી સબકું ડારત બલજોરી,
ડોલું દિવાની આગે વેર વેર રે,
લેવત ફગવા પકરકે મોકું,
શ્યામ સુંદર પકરી ફેર ફેર. હોરી. ૧
હમ તો માલા મોતી ડારી ગલેમેં;
જાત પનીયાં ઘટ શિર ધર ધરેરે;
ગીરધર ઘેલમેં આઇકે રોકત,
માગત ફગવા લેવત ઘેર ઘેર. હોરી. ર
પકરો પ્યારેકું મગ રહો રોકી,
નહિ મીલે અપનેકું ફેર ફેર રે,
ભૂમાનંદ કહે આયો અવસર;
લેંગે બોલાઇ સખા ઢેર ઢેર. હોરી. ૩

મૂળ પદ

હોરી ખેલ મચત

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી