શેરી મેં ચાલ્યા આવેજી દેખી મનુષ્ય મોહ પાવેજી..૩/૬

શેરી મેં ચાલ્યા આવેજી, દેખી મનુષ્ય મોહ પાવેજી;
થયા અંતરમાં ફુરતીજી, સજની સુંદર મુરતીજી. ૧
સજની સુંદર મુરતી, જોને અલૌકિક આજ;
દેવગજ ઉપર ફુરતી, મહારાજા ધિરાજ. ર
ગજને ઘરેણાં મોતી તણાં, હીરા મણીના શણગાર;
ઘુઘરમાળ ગાજે ઘણાં, ઘંટ કરે ઘણકાર. ૩
હેમની અંબાડી હીરે જડી, રાજે રૂપાળા બોર;
અમૃતની કરતા ઝડી, બેઠા તે નવલ કિશોર. ૪
શ્વેત અંબર ધરી શોભતા, હાર સુગંધી કંઠવિચ;
ભૂષણ મણીનાં મન લોભતાં, હીરા જડાવ શિરપેચ. પ
ચમર દંડ સોના તણાં, રાજે રતન જડાવ;
પ્રેમી જન કરે ઘણા, લેવા અલૌકિક લાવ. ૬
કરે નેકી પોકારને, હેમ છડીયો લઇ હાથ;
આવે ચાલ્યા રાજમારગે, ભૂમાનંદનો નાથ. ૭

મૂળ પદ

વડતાલથી વાલો આવ્‍યાજી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0