પ્રીતમ પ્યારો આગણ મારે આવ્યો હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો ૧/૧

પ્રીતમ પ્યારો આંગણ મારે આવ્યો,
હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો,
કે ધન્ય ધન્ય આજ ઘડી, સુફળ થઇ આંખડલી;
વર્ષોથી હતી જેનાથી છેટી,
આજ હું તો ભાવે પીયુડાને ભેટી...કે ધન્ય૦ ટેક.
ચાલો ચાલો સખી આજ નાચો કુદો ગાઓ,
વાલીડાને હેતે કરી મોતિડે વધાવો;
આજ મારો વર્ષોનો વિયોગ ગયો,
આજ મને આનંદ અતિશે થયો...કે ધન્ય૦ ૧
રંગોળી પુરાવો આજ અબીલ ઉડાડો,
રૂડો કરી થાળ પ્રાણ પ્યારાને જમાડો;
જ્ઞાન કહે આનંદ હૈયે નથી મા'તો,
આ ઝુંપડીમાં મદઝર કયાંથી સમાતો...કે ધન્ય૦

મૂળ પદ

પ્રીતમ પ્યારો આંગણ મારે આવ્યો

મળતા રાગ

ઉત્સવ ભકતચિંતામણિ આવ્યો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0