Logo image

હે સુખધામ તમે હરિવર પ્યારા, ધ્યાન ધરું હું તમારું રે

હે સુખધામ તમે હરિવર પ્યારા, ધ્યાન ધરું હું તમારું રે;
          રસબસ થઈ છું હું તુજમાં રસિયા, રૂપ તમારું મને પ્યારું રે...૧
ધ્યાન ધરન્તી ને મહિમા ગાવન્તી, તુજ સંગ રહી છું રાચી રે;
         વાલમ તમને તમારો મહિમા, સુણાવું પ્રીત કરી સાચી રે...૨
સર્વેનું કારણ એક જ તમે, સર્વેને તમે સુખદાતા રે;
         સર્વેનાં માતા-પિતા તમે છો, તમે જ ધાતા-વિધાતા રે...૩
સાકાર મૂર્તિ દિવ્ય અલૌકિક, અતિશે છો રૂપાળા રે;
         અંગોઅંગ વાલા અતિ રસાળા, હરિવર છો હેતાળા રે...૪
મંદ મંદ હસતું મુખડું તમારું, લાગે મને બહુ પ્યારું રે;
         ભેટું હું ભાવથી તમને સ્નેહાળા, જ્ઞાનસખીને લાગે સારું રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026