નટવર નેણની રે થઇ અંતર આરમપાર કટારી..૧/૪

નટવર નેણની રે થઇ, અંતર આરમપાર કટારી. ન૦ટેક.
હાંરે હો જમુના પાણી હું ગઇ, લઇ સંગ સખી દશ-બાર, કટારી ;
મુજ સામું જોઇ આંખડી મારી, કોડીલે નંદકુમાર, કટારી. ન૦ ૧
હાંરે હો નેણ કટારી નંદલાલની, ખુબ સજેલી ધાર કટારી ;
કરમનાં બંધન કાપીને ભીંતર, મરમનો લાગેલ માર કટારી. ન૦ ર
હાંરે હો લાગતા લોટપોટ થઇ, બેની રહી ન તન સંભાર કટારી ;
બ્રહ્માનંદ કહે મનડું વેંઘ્યું, ડોલરીયે દિલદાર કટારી. ન૦ ૩

મૂળ પદ

નટવર નેણની રે થઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0