હૈયામાં હેતે કરી રાખુ હરિકૃષ્ણજી૧/૪

હૈયામાં હેતે કરી રાખું હરિકૃષ્ણજી,
હૈયામાં હેતે કરી રાખું... ટેક.
પ્યારા પ્રીતમજી મારે પ્રેમ થયો તુંજથી,
છેટે ન જાશો વ્હાલા રીસાઇ મુજથી,
હાંરે..જેમ કહો તેમ કરુ હેત લાવી...હરિકૃષ્ણજી૦ ૧
હૈયાની વાતો વ્હાલા હેતથી કહેજો,
જાણી પોતાની વ્હાલા પ્રસન્ન રહેજો,
હાંરે..તમો સ્વામી છો મારા સુખદાયી...હરિકૃષ્ણજી૦ ૨
પ્યારા પ્રભુજી મારા પ્રેમથી જમાડું,
હૈયાના હેતે હરિ રંગમાં રમાડું,
હાંરે..તમે જેમ રાજી રહો તેમ રહું...હરિકૃષ્ણજી૦ ૩
જ્ઞાનજીવનના તમે પ્યારા પાતળિયા,
સંતો ભકતોના વ્હાલા શ્રીજી શ્યામળીયા,
હાંરે..સહજાનંદ સુખસાગરીયા...હરિકૃષ્ણજી૦ ૪

મૂળ પદ

હૈયામાં હેતે કરી રાખું હરિકૃષ્ણજી

મળતા રાગ

મને પ્યારી લાગે મૂરતિ તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0