તારું સુખ મારું સુખ, તારું દુઃખ મારૂ દુઃખ; ૧/૧

 તારું સુખ મારું સુખ, તારું દુ:ખ મારું દુ:ખ;
તારું-મારું સુખ-દુ:ખ એક છે હરિ,
	હું તો તારા રૂપમાં ગઈ છું ઠરી;
તારો વાસ મારો વાસ, મારો વાસ તારો વાસ;
તારો મારો વાસ સદા એક છે હરિ
	હું તો તારા રૂપમાં ગઈ છું ઠરી...ટેક.
તારા વિના નાથ મને ગમે નહિ કાંઈ,
હું તો તારા પ્રેમમાં ગઈ છું બંધાઈ;
	આત્માનો સાચો ધણી જાણીને હરિ,
	હું તો તને વાલા મારા ગઈ છું વરી...તારું૦ ૧
તું છો મારો નાથ હું તો રહું તારી સાથ,
તારા વિના બીજી મારે નથી રે મિરાથ;
	તન મન ને આત્મામાં માણું છું હરિ;
	તારું સુખ મુજમાં તેં દીધું છે ભરી...તારું૦ ૨
સંગ સંગ જીવું હું તો રંગમાં સદાય,
તુજમાં હું મુજમાં તું ગયા રે સમાય;
	તારો મારો પ્રેમ ‘જ્ઞાન’ જાણું છું હરિ;
	તુજ વિના કાળજામાં વાગે છે છરી...તારું૦ ૩ 
 

મૂળ પદ

તારું સુખ મારું સુખ, તારું દુઃખ મારૂ દુઃખ;

મળતા રાગ

તારું સુખ મારું સુખ, તારું દુ:ખ મારું દુ:ખ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
1
0