મોહન મનડું હરો છો મરમાળા રે, મોહન મનડું હરો છો ૪/૪

મોહન મનડું હરો છો મરમાળા રે, મોહન મનડું હરો છો;
	મનડું હરો છો છેલા, રંગમાં ફરો છો-મરમાળા૦ ટેક.
મોરલી વજાતા ઘેરી, લાલ તો રંગીલા લેરી;
	રસના રંગીલા મારા, ઉરમાં ગરો છો-મરમાળા૦ ૧
જરકસી પે’રી જામા, આવો છો સામા વારી;
	ભાવ સહિત પ્રેમે, પગલાં ભરો છો-મરમાળા૦ ૨
પાઘલડી પેચાળી બાંધી, રો’છો દૃગ સાંધી વાલા;
	રંગના રંગીલા છોગાં, શીશ ધરો છો-મરમાળા૦ ૩
બ્રહ્માનંદના રે વાલા, છેલ ગુમાની લાલા;
	લોચન અમારાં તમે, સુફળ કરો છો-મરમાળા૦ ૪
 

મૂળ પદ

લાલન અસા વટ ઇજા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0