અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા૧/૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અનંત આત્માનો ઉદ્ધાર કરવા અક્ષરમુક્તોને લાવ્યા              અક્ષરધામ૦ ટેક.
છપૈયાપુરમાં જન્મ રે લીધો, ધર્મભકિતને આનંદ દીધો;
રૂડો બાલુડો વેશ કીધો, બાલ ચરિત્રનો આનંદ દીધો              અક્ષરધામ૦ ૧
ભકિતમાતાએ લાડ લડાવ્યા, ધર્મપિતાએ વેદ ભણાવ્યા;
ભાભીએ ભાવે રોજ જમાડ્યા, આખા છપૈયે સ્નેહે રમાડ્યા      અક્ષરધામ૦ ૨
કાલિદત્ત અસુર ભારી, આવ્યો હરિને મારવા ધારી;
નિજમાયા તેણે વિસ્તારી, બાલપ્રભુએ નાંખ્યો મારી                અક્ષરધામ૦ ૩
માતા પ્રભુને પ્રેમે જગાડે, ચુંબન કરીને ગળે લગાડે;
મં મં બોલી પેંડા જમાડે, છપૈયાવાસી હેતે રમાડે                    અક્ષરધામ૦ ૪
સુવાસીનીતો સ્નાન કરાવે, અંગોઅંગ ચોળી નવરાવે;
સુંદર સારા વસ્ત્ર ધરાવે, જ્ઞાનજીવન બલિહારી જાવે               અક્ષરધામ૦ ૫

મૂળ પદ

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
5
1