હરિ બિન કોઈ ન તેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે ૩/૪

હરિ બિન કોઈ ન તેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે;
	ચાર દિન કી ચાંદની બીતે, આગે બહોત અંધેરા...સમજ૦ ૧
મનુષ્યદેહ દયા કરી દીની, તાતે ચેત સવેરા રે;
	અબકો અવસર ભૂલ જાયેગો, સહેગો દુ:ખ ઘનેરા...સમજ૦ ૨
ભરતખંડ મધ્યે જનમ દિયો હે, જહાં પ્રભુ પ્રગટ બસેરા રે;
	ધર્મકુંવરિ કો નામ રટણ કરી, પાર કરો ભવ ફેરા...સમ૦ ૩
કામ ક્રોધ મદ લોભ માન તજી, હો સંતન કા ચેરા રે;
	મુક્તાનંદ કહે મહાસુખ પાવે, માન્ય બચન દૃઢ મેરા...સમજ૦ ૪
 

મૂળ પદ

વેદ પુરાણ પોકારે

મળતા રાગ

ગોડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- પીપલાણામાં સદ્ગુરુ રામાનંદસ્વામી પાસેથી દીક્ષા લીધા પછી સહજાનંદસ્વામીએ સમાધી, ઐશ્વર્ય અને પ્રતાપનાં પૂર વહેતા કર્યા. ગામડે-ગામડે યજ્ઞો કરી સ્વસંતોને વિચરણ કરાવી હિતોપદેશ દ્વારા સંપ્રદાયનો બહોળો પ્રસાર કર્યો. વળી વાલમજીએ વિચાર્યું કે મારી પ્રવર્તાવેલ મોક્ષની રીત કાયમી જળવાય રહે તે માટે મંદિરો બનાવી તેમાં આરાધ્ય દેવોની મૂર્તિઓ સ્થાપુ, એ શુભ સંકલ્પની શરૂઆત અમદાવાદમાંથી કરી. નયનરમ્ય મંદિર કરી નરનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા ધામધુમથી કરી. તે સમયે નરનારાયણ દેવનાં મહિમાનું આ કીર્તન મુક્તાનંદ સ્વામીએ રચ્યું છે. કીર્તનનાં પહેલા પદમાં ભરતખંડના રાજા શ્રીનરનારાયણ દેવને ભજવાનું સ્વામી કહે છે. વળી આગળ થઈ ગયેલા અવતારોને યાદ કરી વર્તમાનકાળે પ્રગટેલા પ્રમાણ અવતારી સહજાનંદ સ્વામીનું શરણું સ્વીકારવાનું સુંદર રીતે નિરુપણં કર્યું છે. બીજા પદમાં સ્વામી કહે છે કે સંતન કે હિત વધુ ધરી ભરતખંડ મધ્યે આવેલ ક્ષર-અક્ષર પર પ્રગટ પુરુષોતમનાં તમામ ચરિત્રો સુખાકારી છે. ગાવાલાયક એવા કમળનયન કરુણાસિંધુ ઉપર હું વારી જાઉં છું. ઘણી જ ગહન યુક્તિસભર પ્રગટ સ્વરૂપનો મહિમા કહેતા-કહેતા પ્રસ્તુત ત્રીજા પદમાં માયાવી નાશવંત સુખમાં મોહાંધ બનેલા જીવાત્માઓને ઉદ્દેશીને ઉપદેશાત્મક શબ્દોમાં સ્વામી કહે છે કે હરિપ્રસાદને ઘેર અવતરેલા હરિ વિના કોઈ તારું સાચું સગું નથી.

વિવેચન

ભાવાર્થઃ- હે જીવાત્મા! કાંઈક સમજ-સમજ …કે હરિ વિના તારું કોઈ સગું નથી. આગળના જમાનામાં લગ્નપ્રસંગ ચાર દિવસ ચાલતો. અર્થાત ચાર અવસ્થા (આશ્રમ)ને ઉદ્દેશીને સ્વામી કહે છે કે એ ચાર દિવસની ચાંદનીના સુખ સારુ મલકાઈશ નહીં. પછી તો આગળ ઘણું જ અંધારું આવશે. IIટેકII ભગવાને દયા કરીને મનુષ્ય દેહ આપ્યો છે. માટે સવેળા ચેતી જા. ઉત્તમ દેહ મળ્યો, સારો દેશ મળ્યો. વળી સારો અવસર પ્રાપ્ત થયો છે. જો આ વખતે અવસર ચૂકી ગયો તો અનંત દુઃખ ભોગવવા પડશે. II૧II ભગવાને જન્મ તો આપ્યો છે. પણ જ્યાં પ્રગટ પ્રભુ બિરાજે છે, ત્યાં આપ્યો છે. માટે એવા કોના ભાગ્ય હોય કે જેને પ્રગટ પ્રભુ મળે? માટે હે મતિમંદ ! મનની આંટી મેલીને સ્વામીનારાયણનું ભજન કરી આ ભવના ફેરા મિટાવી લે. II૨II કામ, ક્રોધ, લોભ, અને માનાદિક દમઘોષના દીકરાનો ત્યાગ કરી સાચા અને શ્રેષ્ઠ સાધુનો શિષ્ય થઈ જા. દર્દીલા દિલે જીવાત્માના હેતસ્વી બની મુક્તાનંદસ્વામી કહે છે, કે “હે જીવાત્મા! મારું વચન માનીશ તો જ પરમ સુખને પામીશ.” II૩II રહસ્યઃ- ધર્મી-અધર્મી એવા માનવ માત્ર સાયંકાળે ઈશ્વર સ્મરણ કરતા હોય છે. જેથી એ બાબતને લક્ષમાં રાખી કવિએ પ્રસ્તુત પદમાં પ્રભુની કૃપાથી મળેલા મનુષ્યદેહનું મૂલ્યાંકન કરી માનવદેહ, ભરતખંડ અને અવસરની મહત્તા સમજાવી છે. કવિએ રાગ પણ સાયંકાળે ગવાતી ગોડીનો પસંદ કર્યો છે. ‘હરિ બિન કોઈ ન તેરા’ની પુનરુક્તિ ભાવની ભરતી ચડાવે. પદઢાળ સુગેય અને કઠિન પણ છે. કારણ કે પદનો રાગ ગોડી લખ્યો છે. પરંતુ તે શબ્દ અપભ્રંશ થયેલો છે. મૂળભૂત આ રાગનું નામ ગૌરી છે. ભૈરવ અંગની ગૌરી, પૂર્વીઅંગની ગૌરી એમ ગૌરીના ઘણા પ્રકાર છે. એમાં આ પદ પૂર્વીઅંગની ગૌરીમાં ગાવાથી કવિ હૃદયનો ભાવ સહજતાથી તાદ્રશ્ય થાય છે. પણ આજ-કાલનાં ગાયકો સંગીત સાધનાના અભાવે પ્રસ્તુત પદને લોકભાગ્ય ઢાળમાં ગાય છે અને દ્રુતલયના કહરવા તાલનો ઉપયોગ કરે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
રઘુવીર કુંચલા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0