કોઉ કામ ન આવે, પ્રભુ વિના, કોઉ કામ ન આવે .૧/૬

 કોઉ કામ ન આવે, પ્રભુ વિના, કોઉ કામ ન આવે;
	જબ ઘેરે જમ કિંકર જીવકું, મતલબકું સબ ધાવે...પ્રભુ૦ ટેક.
માત પિતા જુવતિ સુત બંધુ, નિજ નિજ સ્વારથ ગાવે;
	અંત સમે હરિભજન ભુલાવત, આળ પંપાળ બતાવે...પ્રભુ૦ ૧
લોહ જંજીર જકડી કે જીવકું, જમપુર મેં લઈ જાવે;
	ધર્મરાય જબ લેખાં માગે, તબ પ્રાણી પિસ્તાવે...પ્રભુ૦ ૨
ભયભંજન ભગવાન ભજ્યા બિન, અબ યાં કોન છોડાવે;
	મેં નહીં માની સત્ય વારતા, યું હી શીશ ડોલાવે...પ્રભુ૦ ૩
જમરા જોરસેં મુદગર મારે, કાટી કાટી તન ખાવે;
	મુક્તાનંદ વખતસર ચેતે, સો પ્રાણી સુખ પાવે...પ્રભુ૦ ૪ 
 

મૂળ પદ

કોઉ કામ ન આવે, પ્રભુ વિના

મળતા રાગ

પૂરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0