અવસર ક્યું ન સુધારે, અમુલખ, અવસર ક્યું ન સુધારે .૩/૬

 અવસર ક્યું ન સુધારે, અમુલખ, અવસર ક્યું ન સુધારે;
	નરદેહ દેવનકું દુર્લભ, સો વૃથા રે બિગારે...ટેક.
યા તન સબકો આદિ કારન, જીહાં જીહાંલુ મન ધારે;
	સ્વર્ગ નરક અપવર્ગ આંહિ, કરી નિગમ પુરાન પોકારે...અમુ૦ ૧
યા તને મિલે પ્રગટ પુરુષોત્તમ, જો અન્ય નેહ નિવારે;
	હરિકે ચરનકમળ ઉર ધરીકે, કુળ એકોતેર તારે...અમુ૦ ૨
સાચે સંત મિલે જબ જીવકું, તબ મોહ ફાંસી ટારે;
	મુક્તાનંદ મીલાવે હરિકું, જન્મ કોટી અઘ હારે...અમુ૦ ૩ 
 

મૂળ પદ

કોઉ કામ ન આવે, પ્રભુ વિના

મળતા રાગ

પૂરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી