નાના એવા ઘનશ્યામ માતાને ખોળે, ૧/૧

 નાના એવા ઘનશ્યામ માતાને ખોળે, રમતા હતા રમતા હતા...ટેક.
	માતાજી તાજાં ભોજન બનાવે, ઘનશ્યામ ભાવે તે જમતા હતા જમતા હતા-૧
રોજ રોજ ઘનશ્યામ મંદિરે જાતા, મંદિરે દેવોને નમતા હતા નમતા હતા-૨
	મિત્રોની સાથે જાંબુડા ખાવા, વગડામાં વાલોજી ભમતા હતા ભમતા હતા-૩
નાના નાના મિત્રોને સત્સંગની વાતો, રોજ રોજ ઘનશ્યામ કરતા હતા કરતા હતા-૪
	રોજે સવારે વહેલા ઊઠીને, એકાંતે ધ્યાન હરિ ધરતા હતા ધરતા હતા-૫
અનંત જીવોનાં કલ્યાણ કરવા, ઠેર ઠેર પ્રભુ નિત્ય ફરતા હતા ફરતા હતા-૬
	જ્ઞાનજીવન કહે આનંદ કરતા, સૌને હસાવે ને હસતા હતા હસતા હતા-૭
 

મૂળ પદ

નાના એવા ઘનશ્યામ

મળતા રાગ

ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0