રૂડું સુંદર ધામ છે, જેનું છપૈયા નામ, ૧/૧

રૂડું સુંદર ધામ છે, જેનું છપૈયા નામ,
અક્ષરધામના ધામી જે, ત્યાં પ્રગટ્યાં ઘનશ્યામ.. અમારા૦ ૧
અક્ષરધામના ધામીએ, ધયુર્ં છે બાળકરૂપ,
છપૈયા ગામની સુંદરી, જોઇ જોઇ થઇ તદરૂપ.. હરિમા૦ ૨
માઁ ભકિત ઘનશ્યામને, લાડ લડાવે નિત,
ધર્મપિતાને શ્રીહરિમાં, નવલી વાધે પ્રીત.. હરિમાં૦ ૩
મોટાભાઇ જોખનજી, નાના ઇચ્છારામ,
વચેટ ધણી છે ધામનો, બાલુડો ઘનશ્યામ.. અમારો૦ ૪
નાનકડા ઘનશ્યામજી, રૂડી ચાલે છે ચાલ,
પગમાં ઘમકે ઘુઘરી, જોઇ જોઇ વાધે વાલ.. હરિમાં૦ ૫
સખા સંગે ઘનશ્યામજી, નવલા કરતા ખેલ,
આનંદથી હરિ રમે જમે, પ્રાણ પ્યારો અલબેલ.. અમારો૦ ૬
રોજ સખાના સંગમાં, વાલમ નાવા જાય,
નારાયણસરમાં નાથજી, ધુબકા બહુ બહુ ખાય.. નાથજી૦ ૭
નાનકડા ઘનશ્યામજી, મોટી કહે છે વાત,
વાત સુણીને સહુને, લાગે હરિ સાક્ષાત.. સહુને૦ ૮
ભાભી સુવાસિની બાઇને, વાલા અતિ ઘનશ્યામ,
જમાડે પહેલા પ્રીતથી, પછી જમાડે નંદરામ.. ભાભી૦ ૯
હરિવર હિંચકે હિંડોળે, નારાયણસરની પાળ,
જ્ઞાનજીવન કહે બાળુડો, ઝૂલે આંબલીયાની ડાળ.. હરિવર૦ ૧૦

મૂળ પદ

રૂડું સુંદર ધામ છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0