ચાલો ચાલો સૈયરુંનો સાથ, શામળિયો સનેહી જઈને વધાવીએજી ૨/૨

ચાલો ચાલો સૈયરુંનો સાથ,
		શામળિયો સનેહી જઈને વધાવીએજી...હો સખી૦ ટેક.
નવલો નવલો નટવર નાથ, પ્રીતમજીને જોઈને આનંદ પામીએજી-હો સખી૦૧
લીજે લીજે સર્વે સમાજ, વાજાંને વજડાવો હરખ વધામણાંજી-૨
આનંદ આનંદ મંગળ આજ, પ્રાણપતિ પુરુષોત્તમ વાલાના પધરામણાજી-૩
ભરીએ ભરીએ મોતીડાંના થાળ, શેરીને વળાવી ફૂલડાં વેરીએજી-૪
આવ્યા આવ્યા ગુણવંતા ગોપાળ, પટાંબર આભૂષણ લઈને પે’રીએજી-૫
રમશું રમશું રસિયાજી શું રેણ, મનગમતાં છોગલિયાં શીશ ધરાવશુંજી-૬
નીરખી નીરખી પાવન કરશું નેણ, પ્રીતમજીને મંદિરમાં પધરાવશુંજી-૭
અલબેલાને તેડીશું એકાંત, ભોજનિયાં તે દેશું રૂડાં ભાવથીજી-૮
ખાંતિલાથી કરશું પૂરી ખાંત, મળશું જઈ આલિંગન લઈને માવથીજી-૯
કોડે કોડે પૂછીશું કુશલાત, સેજલડી પોઢાડશું સુંદરશ્યામનેજી-૧૦
બ્રહ્માનંદ કહે સુણશું રૂડી વાત, હૈડાની કરશુંજી પૂરી હામનેજી-૧૧
 

મૂળ પદ

ગઈતી ગઈતી ભરવાને નીર, કેસરિયે વાઘે રે નટવર દીઠડાજી

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કિરણ કેસેટ સેન્ટર, અમદાવાદ

પરંપરાગત (સ્વરકાર)
અખંડ વરનો વિવાહ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0