મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ રે૧/૨

મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ રે, એકવાર ઘેરે આવો,
મારા સુખદાતા સુખધામ રે... એકવાર૦ ટેક.
આપો તમારું સુખ મારા નાથ રે,
મને ભેટોને દાબો છાતિ સાથ રે... એકવાર૦ ૧
તમને સંભારુ છું દિનરાત રે,
મારે કરવી એકાંતે વાત રે... એકવાર૦ ૨
તારા વિના દુઃખી છું મારા પ્રાણ રે,
જ્ઞાનજીવન શું કહે સુજાણ રે... એકવાર૦ ૩

મૂળ પદ

મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ રે

મળતા રાગ

મારી મેંદીનો રંગ ઉડી જાય રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી