નાગર નંદદુલારો રે મન મસ્ત કનૈયો નંદદુલારો ૧/૮

નાગર નંદદુલારો રે, મન મસ્ત કનૈયો નંદદુલારો ;
ઝગરત સાંજસવારો રે, મન મસ્ત કનૈયો નંદદુલારો. ટેક.
આડો આવીને ઉભો રહે આગે, મહીડા કેરાં દાણ માગે રે. મ0 1
લોકલજ્યા મનમાં નવ આણે, નવરંગ ચુનડી તાણે રે. મ0 ર
માને નહીં ઝાલી બાંહ્ય મરોડે, જલની ગાગરીયાં ફોડે રે. મ0 3
ચોરી નાખે માથે આળ ચડાવે, જોરે જોરે વાંસે આવે રે. મ0 4
બ્રહ્માનંદ કહે એની રીતી, કેતી નથી હું તો બીતી રે. મ0 5

મૂળ પદ

નાગર નંદદુલારો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

જયદીપ સ્વાદિયા (સ્વરકાર)
એવા સંતની બલિહારી
Studio
Audio
0
0