અલવીલા હઠીલા ન કીજીયે રહેજો સમજીને દૂર..૩/૪

 અલવીલા હઠીલા ન કીજીયે, રહેજો સમજીને દૂર.                   અ0 ટેક

છે જો લખણ તમારાં એવાં લાલજી, જાશે લજ્જા જરૂર.             અ0 1
જાવું પડશે તમારે રાજા આગળે, હાથ જોડીને હજૂર.                અ0 ર
પેટ સારુ ચારો છો ગાયો નંદની, માવા થઇને મજૂર.                અ0 3
બ્રહ્માનંદના વહાલા તમારા અંગમાં, આવ્યું જુવાનીનું પૂર.      અ0 4
 

 

મૂળ પદ

તમે નાના દીવાના કુંવર નંદના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી