એક સમયે દ્વારીકાં નારદ મુનિ આવ્યા..૧/૮

 

એક સમયે દ્વારીકાં, નારદ મુનિ આવ્યા ;
પારિજાતિક વૃક્ષનાં, ફૂલડાં લાવ્યા.
તે આપ્યાં શ્રીકૃષ્ણને, અતિ પ્રેમ કરીને ;
નિરખ્યા દીનાનાથને, રહ્યાં છે નેણ ઠરીને.
વહાલેજી ફૂલડાં વેંચીયાં, કરી પૂરણ પ્રીતિ ;
જ્યાં ત્યાં ઝગડો નાંખવો, નારદની રીતિ.
રુકમણીને એક આપીયું, જાંબુવતી દીનો ;
ભાગ રાખ્યો હરિ પાઘમાં, સત્ઉભામાજીનો.
સત્ઉભામાને સૂચવ્યું, નારદ મુનિ જાઇને ;
બ્રહ્માનંદ કહે વાતડી, કીધી સમ ખાઇને.

મૂળ પદ

એક સમયે દ્વારીકાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી