શ્રીજી તારા દુઃખહારી છે ચરણ રે૮/૮

શ્રીજી તારા દુઃખહારી છે ચરણ રે,
ધ્યાન ધર્યે સુધરી જાય મરણ રે...૧
કુણી રૂડી આંગળિયું શોભે દસ રે,
જોતા થાય ભકતતણું મન વશ રે...૨
નેહ થયો નખ જોતાં શ્રીજી તારા રે,
પ્રેમે ચાટું પગતળ પ્રભુ તારા રે...૩
સોળે ચિહ્ન વળી વળી ધ્યાને ધારુ રે,
વાલા એમાં વળગ્યું છે મન મારૂ રે...૪
એવા પગ ચાંપો મારી છાતી સાથે રે,
કરો દયા જ્ઞાનજીવનના નાથ રે...૫

મૂળ પદ

વાલું લાગે મને મોહન તારું રુપ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી