ૐ એવા શબ્દતણી આદિ રે કે ન જાણે સ્વાંગી ને વાદી રે..૧/૮

ૐ એવા શબ્દતણી આદિ રે, કે ન જાણે સ્વાંગી ને વાદી રે.     1
અગમ અગોચર જે રે છે રે, કે જેને વેદ નેતિ કરી કહે છે રે.      2
જે હરિ ક્હાવે નહીં કેવા રે, કે ડોલે થઇને બાળક જેવા રે.         3
જેને નીત શેષાદિક ગાવે રે, કે તે નંદ ઘેર ગાયું ચરાવે રે.       4
કાળના કાળ જગ્ત-કરતા રે, કે રહે તે કંસ થકી ડરતા રે.          5
બ્રહ્માનંદ અકળ ચરિત્ર એવું રે, કે સુરત દઇ સાંભળવા જેવું રે. 6 

મૂળ પદ

ૐ એવા શબ્‍દતણી આદિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી