એક કહે કાલ મારે ઘેર પેઠો રે..૨/૮

 

એક કહે કાલ મારે ઘેર પેઠો રે ;
પેઠતાંમાં મેં તો વ્હેલો વ્હેલો દીઠો રે.
એટલાકમાં તો હું દોડી આવી રે ;
મુને એકલી જોઇને ઘરકાવી રે.
અતિ રીસનો ચડાવ્યો છે ઉધામો રે ;
મુંને લાકડી લઇને થયો સાંમો રે.
ત્યારે બીજીને હું જોઇને બકોરી રે ;
એટલાક માંહી ફાવી એને ચોરી રે.
નાઠો હાંડલી દહીની હાથ સાહી રે ;
વાંસે દોડતાં દોડતાં ગયો વાતી રે.
સુધી રીસ ભરી બોલે ઊંચે સાદે રે ;
બ્રહ્માનંદના સ્વામી સામી વાદે રે.

મૂળ પદ

એટલાકમાં તો દસ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી