પ્રીતે પદ્મ ધ્યાને ધરે જે સદાય રે૬/૧૬

પ્રીતે પદ્મ ધ્યાને ધરે જે સદાય રે,
તેના જેવા ગુણે યુકત ભકત થાય રે...૧
જેમ કમળ જળમાં રહે નિર્લેપ રે,
તેમ તેને ન લાગે સંસાર લેપ રે...૨
સુખકારી કરૂં છું સદા શિતળ રે,
વળી એનું જીવન થાય કોમળ રે...૩
એવો મારા પદ્મનો મહિમા જાણો રે,
ધારી ધ્યાને મહામોટું સુખ માણો રે...૪
જ્ઞાન કહે ધામધામી નામનામી રે,
વાલો મારો બોલ્યા સહજાનંદ સ્વામી રે...૫

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી